અંકલેશ્વર શહેર પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપરથી પશુઓ ભરેલી બે ટ્રક પસાર થવાની છે. જે બાતમીનાં આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી. જોકે પોલીસે ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં 15 પશુઓ ખીચોખીચ ભરેલા નજરે પડ્યા હતા. જ્યારે બીજી એક શંકાસ્પદ ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાં પણ 13 ભેંસ અને 1 પાડો ખીચોખીચ હાલતમાં મળી આવ્યા હતા.
આમ પોલીસે એક ટ્રકમાંથી પાટણનાં ચાલક મોહીન બલોચ અને મહેસાણાનાં ક્લીનર અલ્લારખા પરમાર, જ્યારે બીજી ટ્રકમાંથી મહેસાણામાં રહેતા ટ્રકનાં ચાલક નિશાર શેખ તથા કલીનર બિસ્મિલ્લા જયમિતખાન દરબારને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચાલક અને ક્લીનરની પૂછપરછ કરતા તે ગેરકાયદેસર ભેંસો મહેસાણાથી મહારાષ્ટ્રનાં ધુલિયા ખાતે લઇ જતા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઝડપાયેલા ઈસમો પાસેથી 3 નંગ મોબાઈલ, 2 ટ્રક તથા 29 પશુઓ મળી કુલ રૂપિયા 18.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે પોલીસે અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500