સુરતનાં ધામરોડ પાટીયા નજીક કંપનીમાં રહી સેન્ટીગ કામ કરતા 2 શ્રમિકો કામ અર્થે અંકલેશ્વર રાજપીપળા ચોકડી તરફ જઈ રહ્યા હતા. તે સમયે અજાણ્યા વાહનની ટક્કર બાદ તેમની બાઈક ડિવાઈડર સાથે ભટકાઈ જતાની સાથે રોડ પર બંને પટકાયા હતા. જોકે માથાનાં ભાગે ગંભીર ઇજાનાં પગલે બંનેનાં સ્થળ પર જ મોત થયાં હતાં. મળતી માહિતી અનુસાર, ધામરોડ ગામ ખાતે આવેલ જે.બી. ઇકો ટેક્સ કંપની ખાતે રહેતા મૂળ પંચમહાલનાં 35 વર્ષીય મહેશ સબુર સિંગ બારીયા અને 28 વર્ષીય વિજય નાયકા પટેલ પોતાની મોટરસાઇકલ લઇ અંકલેશ્વર રાજપીપળા ચોકડી તરફ જઈ રહ્યા હતા.
તે વાલિયા ચોકડી ક્રોસ કરી તેવો નિલેશ ચોકડી પર પહોંચ્યા હતા જ્યાં થોડા જ અંતરે અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈકને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. જ્યાં બાઈકને ટક્કર મારતા બાઈક રોડ વચ્ચેના ડિવાઈડર સાથે જઈ ભટકાઈ હતી અને બંને ઈસમો રોડ પર પટકાતા માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા બંનેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને મૃતદેહ પીએમ અર્થે અંકલેશ્વર સરકારી દવાખાને ખસેડાયા હતા. ઘટના અંગે મૃતકના સંબંધી દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application