કડોદરા નગર ખાતે રહેતા અને બલેશ્વર ગામે એક કંપનીના બાંધકામની સાઇડ ઉપર કામ કરતા એક યુવક શનિવારનાં રોજ બીજા માળેથી નીચે પડી જતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો જ્યાં ટુકી સારવાર બાદ તેનુ મોત નીપજ્યુ હતુ.
મળતી માહીતી અનુસાર, પલાસાણાનાં કડોદરા નગરમાં આવેલ નીલમ હોટલની પાછળના ભાગે રહેતા અને મુળ દાહોદના વતની અલ્પેશભાઇ રતનાભાઇ સંગાડ (ઉ.વ.18) જેઓ શનિવારના રોજ બલેશ્વર ગામે આવેલ રાજહંસ ટેક્ષપાર્ક કંપનીમાં ચાલતી બાંધકામની સાઇડ પર હતા.
તે સમયે અચાનક બીજા માળેથી પગ લપસી જતા તેઓના શરીરે ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલીક કડોદરાની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ટુકી સા૨વા૨ બાદ મોત નીપજ્યુ હતુ. બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોધી આગળની તજવીજ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500