દસ્તાનની જે.કે. લક્ષ્મી સિમેન્ટનાં પ્લાન્ટમાં કામ કરતા એન્જિનિયર અને પટ્ટાવાળો નોકરીએથી છૂટી મોટરસાઈકલ પર પોતાના ઘરે જતા હતા. તે દરમિયાન દસ્તાન ફાટક નજીકનાં ખાડીનાં પુલ પર સામેથી આવતી એક કાર ચાલક સાથે સામાન્ય બોલાચાલી થતા કાર ચાલક અને કારમાં બેઠેલા ઈસમોએ મોટરસાયકલ બંને ઈસમો પર લાકડી લઈ તૂટી પડતા એકને ફ્રેક્ચર કરી નાખ્યું હતું. બનાવ અંગે પલસાણા પોલીસે ઘટના અંગે ગુનો નોંધ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી ખોડિયાર નગર કેશરકુંજ સોસાયટીની બાજુમાં રહેતા રોશનકુમાર રજનીકાંત પ્રજાપતિ (ઉ.વ.28) છેલ્લા ત્રણ વર્ષથી પલસાણાનાં દસ્તાન ગામે આવેલ જે.કે.લક્ષ્મી સિમેન્ટનાં પ્લાન્ટમાં આઈ.ટી. વિભાગમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. જોકે તેઓ શનિવારનાં રોજ મોડી સાંજે નોકરીએથી છૂટી મોટરસાઇકલ GJ/26/E/1113 પર પોતાના ઘરે બારડોલી આવી રહ્યા હતા.
તે સમયે મોટરસાયકલ પર પાછળ રોશનભાઈ સાથે કામ કરતા પટ્ટાવાળા રજનીકાંત ભંડારી પણ બેઠા હતા દસ્તાન ફાટક પાસે ખાડીનાં પુલ પર ક્રિએટા કાર ચાલક સાથે સામાન્ય બોલાચાલી થતા કારના ચાલક “હું ભરવાડ છું તું તારા રસ્તે જા એમ કહી” કારમાં રાખેલા લાકડા વડે રોશન કુમાર પર તૂટી પડ્યો પાછળ બેઠેલા રજનીકાંત ભંડારી રોકવા જતા કારમાં બેઠેલા અન્ય ત્રણ ઈસમો ઉતરી રજનીકાંત ભંડારી પર પણ તૂટી પડી ઠિકામુક્કાનો માર માર્યો હતો.
ત્યારબાદ રોશન કુમારે મિલમાં ફોન કરતા મિલના અન્ય કર્મચારી દર્શન પટેલ આવી બંને ઇજાગ્રસ્તોને સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રોશન કુમારને ડાબા હાથે ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું. ઘટના અંગે રોશન કુમારે પલસાણા પોલીસ મથકમાં કાર ચાલક અને કાર સવાર કુલ 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500