બારડોલી નજીક તેન ગામમાં રહેતા એક શ્રમજીવી પરિવારની પરિણીત મહિલા ગુમ થતાં બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલી નજીક તેન ગામમાં આવેલ ચાણક્યપુરી શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા ભાસ્કરભાઈ ચીમનભાઈ રાઠોડ નોકરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે જોકે તેમના લગ્ન મનીષાબેન રાઠોડ સાથે થયા હતા.
જયારે ગત તા.9મી જૂનનાં રોજ સવારે ભાસ્કરભાઈ કામ અર્થે બહાર ગયા હતા અને લગભગ 10.30 કલાકે પાછા આવ્યા હતા ત્યારે મનિષાબેન હાજર મળી આવેલ ન હતા તેમ ભાસ્કરભાઈએ આસપાસ તથા સગાવાલાને ત્યાં પણ તપાસ કરતા મળી આવ્યા નાં હતા જેથી મનીષાબેન કોઈપણ જાતની જાણ કર્યા વિના પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગયા હતા.
જોકે ભાસ્કરભાઈએ મનિષાબેનની સતત બે દિવસ સુધી તપાસ કરવા છતાં તેમનો કોઇ ખબર નહીં મળતા આખરે પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ ભાસ્કરભાઈ નાએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી જયારે ગુમ થનાર મનિષાબેન ઘઉં અને પાંચ ફૂટ પાંચ ઈંચની ઉંચાઈ ધરાવે છે શરીરે આસમાની કલરનો ટોપ અને કાળા કલરનો પ્લાઝા પહેરેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500