બારડોલી તાલુકાનાં વાંકાનેર ગામના વાડી ફળિયામાંથી એક વૃદ્ધ ગુમ થઈ જતાં બારડોલી ગ્રામ્ય પોલીસમાં ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાય હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકા વાંકાનેર ગામના વાડી ફળિયામાં રહેતા બાલુભાઈ નાથુભાઈ હળપતિ (ઉ.વ.62) અસ્થિર મગજના હોય અને જેઓ ગત તા.13/6/2022ના રોજ સવારે 5 વાગ્યે ઘરેથી કઈ પણ કહ્યા વગર નીકળી ગયેલ છે.
જે આજદિન સુધી પરત નહીં ફરતા પરિવારજનોએ બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. ગુમ થનારે શરીરે કાળા ટપકા વાલીઓ લાંબી બાયનો શર્ટ, ભૂરા રંગનું પેન્ટ પહેરેલ છે. શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણનો, ઊંચાઈ આશરે સાડા 5.5 ફૂટ જેટલી છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500