ટોબેકો મુક્ત ભારત અભિયાન હેઠળ બાજીપુરાનાં કમલછોડ ખાતે જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વ્યારા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, હેલ્થ સુપરવાઈઝર, શાળાના આચાર્ય તથા વાલોડ તાલુકાના PHC કલમકુઈ આરોગ્યના કર્મચારી MPHW વગેરે તજજ્ઞોએ શાળાના વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત શાળા અંતર્ગત માહિતી આપી હતી. યુવાઓ/બાળકોને તમાકુના વ્યસન તરફ જતા અટકાવવા તેમજ વિદ્યાર્થીઓનાં પરિવારનાં સભ્યોમાં તમાકુ વ્યસન અટકાવવા માટે ‘તમાકુ મુક્ત શાળા’, ‘તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩’ બાબતે જાગૃતિ આવે એ હેતુસર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 60 દિવસના આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં સમગ્ર દેશના ખૂણે ખૂણે મુહિમ ચલાવવામાં આવી રહી છે. તમાકુ નિષેધ વિષયક ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું અને શાળાનાં વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application