Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : વિધવા મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

  • April 14, 2024 

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં રાજસ્થાનથી આવેલ વિધવા મહિલાની ચાર રાજસ્થાનીઓએ છેડતી કરી બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો જે બાબતે મહિલાએ રાજસ્થાનમાં ગુનો નોંધાવતા ત્યાંથી આહવા પોલીસ મથકે ટ્રાન્સફર કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજસ્થાન રહેતી 35 વર્ષીય વિધવા મહિલા તેના માતા-પિતા અને બે દીકરીઓ સાથે આવવા ખાતે યોજાયેલ ડાંગ દરબાર મેળામાં બંધારપાડાના તળાવ પાસે રમકડા વેચવા માટે આવી હતી.


જયારે ડાંગ દરબારનો મેળો પૂર્ણ થતાં સવારે વિધવા મહિલા કુદરતી હાજતે જવા જંગલ તરફ ગઈ હતી ત્યાંથી પરત ફરતા રસ્તામાં મેળામાં રમકડા વેચવા આવેલ તેમના વતનના માનસિંહ બાગરીયા, ધનપાલ બાગરીયા, મુકેશ ગરિયા અને રણવીર મોતીલાલ બાગરીયા (તમામ રહે.રાજસ્થાન)નાઓએ વિધવા મહિલાને રસ્તામાં રોકી, ‘તારો પતિ ગુજરી ગયેલો છે અને તું એકલી છે તો અમને તારી સાથે શરીર સુખ માણવા દે’ કહી નરાધમોએ વિધવા મહિલાના કપડા ફાડી નાંખી બળાત્કારની કોશિશ કરી હતી.


જોકે મહિલાએ બુમાબુમ કરતા તેમના માતા-પિતા ત્યાં દોડી આવતા ચારેયથી ભાગી ગયા હતા અને જતા જતા વિધવા માહિલા તથા તેના પિતાને, ‘જો તમે પોલીસમાં ફરિયાદ આપશો તો તમને બધાને જાણથી મારી નાંખીશું’ તેવી ધમકી પણ આપી ગયા હતા. જ્યારે ચારેય જણા તેમના વતનના ખૂબ જ માથાભારે ઈસમોની છાપ ધરાવતા હોવાથી વિધવા તથા તેના માતા-પિતા ડરી ગયા હતા અને આહવાથી બસમાં બેસી વતન પહોંચી ગયા હતા ત્યાં પણ આ ચારેય ઈસમોએ તેમના સાગીર દ્વારા અપહરણ કરવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા વિધવા મહિલાએ વતનના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જે ફરિયાદ તેમના વતનથી આહવા ખાતે ટ્રાન્સફર કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application