એશિયાનો સૌથી મોટો એર-શો એરો ઈન્ડિયા તારીખ 13થી 17 ફેબ્રુઆરી વચ્ચે બેંગલુરુનાં યેલહંકા એરફોર્સ સ્ટેશન પર યોજાવાનો છે. દરમિયાન એર શો એરો ઈન્ડિયા 2023ની રિહર્સલ ચાલી રહી છે. આ વખતના એર-શોમાં આત્મનિર્ભર ભારતની તસવીર પ્રદર્શિત થશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ટવીટ કરી જણાવ્યુ કે, હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એરો ઈન્ડિયા 2023માં 15 હેલિકોપ્ટરોની એક અનોખી આત્મનિર્ભર ફોર્મેશનમાં ઉડાન ભરશે. સાથે જ એલસીએ ટવીન-સીટર વેરિઅન્ટ, હોક-આઈ અને એચટીટી-40 વિમાન સિવાય આગામી પેઢીના સુપરસોનિક ટ્રેનરને પ્રદર્શિત કરવામાં આવશે.
એક સરકારી અધિકારી અનુસાર આ શો સ્થાનિક ઉડ્ડયન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સાથે જ મેક ઈન ઈન્ડિયાને આગળ વધારશે. બે વર્ષમાં થનારો એર શો રક્ષા અને સરકારી ક્ષેત્રોની પ્રમુખ હસ્તીઓને એક સાથે લાવવાનું મંચ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના તુમકુરુમાં એચએએલની નવી હેલિકોપ્ટર ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતાને મજબૂત કરવામાં એસએએસના પ્રયત્નોના પણ વખાણ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application