ડાંગ જિલ્લા પંચાયત આરોગ્ય હસ્તક સેવા આપતી આશા બહેનોને પ્રોત્સાહિત કરવા તેમજ તેમના કૌશલ્ય વર્ધન માટે આરોગ્ય શાખા દ્વારા વિધાનસભા નાયબ દંડકની ઉપસ્થિતમા આશા સંમેલન કાર્યક્રમ ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત કરવામા આવ્યો હતો. આ પ્રંસગે કાર્યક્રમમા ઉપસ્થિત વિધાનસભા નાયબ દંડક હતુ કે, આશા બહેનો નિષ્ઠા પુર્વક પોતાની ફરજ અદા કરે છે, ગામમા દરેક લોકોની માહિતી રાખવી, દરેકની કાળજી રાખવાનુ કામ આશા બહેનો દ્વારા કરવામા આવે છે. આશા બહેનો પરિવારના સભ્યોની જેમ સાર સંભાળ રાખતી હોય છે. તેઓ હંમેશા આશા બહેનોના પ્રશ્નોની પડખે છે.
પી.એમ.જે.વાય યોજના અને “માં ” યોજના અંતર્ગત 1,50,061 લાભાર્થીના લક્ષ્યાકની સામે 90155 થી વધારે લાભાર્થીઓએ આ યોજનાનો કાર્ડ કઢાવેલ છે, તથા આ યોજના અંતર્ગત અત્યાર સુધી 3314 લાભાર્થીઓએ 7.82 કરોડ રૂપીયાની વિના મુલ્યે સારવાર મેળવેલ છે. તેમ વિજયભાઇ પટેલે વધુમા જણાવ્યુ હતુ. બાળક સગર્ભા અવસ્થામા હોય ત્યારથી લઇ મોટુ થાય ત્યા સુધી આશા બહેનોની જબાવદારી હોય છે. કોરોના કાળ દર્મયાન અંતરીયાળ વિસ્તારમા આશા બહેનોએ કરેલ કામગીરીની જિલ્લા પંચાયત પ્રમુખએસરાહના કરી હતી. આશા ક્યારેય નિરાશ નથી હોતી માટે જ ગુજરાત સરકાર આશા બહેનો માટે આશાસ્પદ છે.
ગ્રામ્ય કક્ષાએ સૌથી વધુ કામ આશા બહેનો જ કરતી હોય છે માટે જ તેઓ અભિનંદનને પાત્ર છે તેમજ તેઓને સન્માનિત કરવુ આવશ્યક છે તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકીરીએ પોતાના પ્રાંસગીક ઉધ્બોધનમા જણાવ્યુ હતુ. જિલ્લામા કુંટુબ કલ્યાણ, રસીકરણ, પ્રધાનમંત્રી જન આરોગ્ય ક્ષેત્રે તેમજ ટી.બી વિભાગમા ઉત્કૃષ્ઠ કામગીરીકરનાર આશા બહેનોને મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રોત્સાક ઇનામ વિતરણ કરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500