આજરોજ જયારે સાંજનાં સમયે 6 વાગ્યા બાદ હોળી પ્રગટાવવાનું મુહૂર્ત જેથી લોકોએ ચાર રસ્તા ઉપર અને સોસાયટીની બહાર હોલિકા દહન માટેની તૈયારી પૂર્ણ કરી લીધી હતી. પરંતુ કમોસમી વરસાદનાં કારણે હોળીકા દહન માટેના લાકડા અને અન્ય સામગ્રીઓ પલળી ગઈ છે. છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતનાં વાતામરણમાં પલટો આવી ગયો હતો. જોકે હવામાન વિભાગે આગાહી કરી હતી કે, વાતાવરણમાં પલટો આવી શકે છે અને માવઠું પણ દક્ષિણ ગુજરાતની અંદર આવી શકે છે જે પ્રમાણેની આગાહી હતી તે મુજબ જ સુરત શહેરનાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને બપોરનાં સમયે માવઠું આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
આમ, એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસિજરતા લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ એકાએક વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સુરત શહેર સહિત જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થયો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાની થવાની પણ શક્યતા વર્તાઈ રહી છે. જો આ રીતે બે ત્રણ દિવસ સતત વરસાદ આવે તો ખેડૂતોને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application