હાલ તહેવારોની સિઝન શરૂ થતાં જ સુરત પાલિકાની ટીમે મીઠાઈ માટે ઉપયોગમાં આવતા માવાના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી છે. દરેક ઝોનમાં માવાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાંથી સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે જેમાં રિપોર્ટ નેગેટિવ આવે તો પગલાં ભરવા માટેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનાં તહેવારની ઉજવણીમાં શહેરમાં હજારો કિલો મીઠાઈનું વેચાણ થાય છે.
આ મીઠાઈમાં ઉપયોગમાં લેવામા આવતો માવો ખરાબ હોય તો લોકોના આરોગ્ય સામે જોખમ રહે છે. સુરતીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને પાલિકાના ફૂડ વિભાગે આજે શહેરમાં દુધના માવાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ જે કોઈ દુકાનમાંથી લીધેલા સેમ્પલ તપાસમાં નિષ્ફળ જશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ ફુડ વિભાગે જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application