માહિતી વિભાગ, ડાંગ : ભારત સરકારશ્રી દ્વારા 'રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૩'ની ઉજવણી "આયુર્વેદ ફોર વન હેલ્થ"ની થીમ, અને 'હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ' ટેગ લાઈન સાથે કરવાનું નક્કી કરવામા આવ્યુ છે. પ્રજાજનોમા આયુષની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ જેવી કે આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, હોમિયોપેથી બાબતે જાગૃકતા વધે, અને વધુમા વધુ લોકો આ ચિકિત્સા પદ્ધતિનો લાભ લે તે માટે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા આયુષ નિયામકશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ, ડાંગ જિલ્લા આયુષ તંત્ર દ્વારા આયોજિત તા.૩જી નવેમ્બરે 'આયુષ મેળો' આયોજિત કરાયો છે.
આ સાથે નવનિર્મિત જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ દવાખાનુ બરડીપાડા, તાલુકો સુબીરનો લોકાર્પણ સમારોહ પણ, તારીખ ૩/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૯થી વાગ્યાથી, સરકારી આયુર્વેદ દવાખાનુ બરડીપાડા, નિશાળ ફળિયુ, બરડીપાડા, તાલુકો સુબીર, જિલ્લો ડાંગ ખાતે, સંસદ સભ્ય, વલસાડ-ડાંગના અધ્યક્ષતામા કાર્યક્રમનુ આયોજન થનાર છે. બરડીપાડા ખાતે આયોજિત કાર્યક્રમમા આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ, આયુર્વેદ પદ્ધતિની વિશેષ ચિકિત્સાઓ તેમજ આયુર્વેદ અને યોગને લગતુ પ્રદર્શનનુ પણ આયોજન કરવામા આવ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500