રાજકોટ-જુનાગઢ પંથકમાં સાંજથી જોરદાર વરસી રહેલ વરસાદનાં કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અતિભારે વરસાદના લીધે લીલો દુકાળ સર્જાય એવી ભિતિ સર્જાઇ છે. સૌરાષ્ટ્રના પંથકની નદીઓ અને ડેમમાં નવા નીરની આવક થતાં છલકાયા છે. સૌરાષ્ટ્ર પંથક મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરતાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 18 ઈંચ રાજકોટના ઉપટલેટામાં 15 ઇંચ, દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ, વેરાવળમાં 8 ઈંચ, જુનાગઢના વંથલીમાં 7 ઇંચ, સૂત્રાપાડામાં 6.6 ઈંચ, માણાવદરમાં 6.5 ઈંચ, કેશોદમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં રેલવે માર્ગ સહિત અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે.
જૂનાગઢ પંથકમાં ભારે વરસાદના લીધે 25 જેટલા રસ્તાઓ બંધ થઇ ગયા છે તો બીજી તરફ માર્ગ મકાન વિભાગ રાજ્ય હસ્તકના પણ 8 સ્ટેટ હાઇવે બંધ હાલતમાં છે. જુનાગઢ કલેક્ટર દ્વારા ટ્વીટ કરી પાણી ભરાયેલા રસ્તાઓ પર પસાર ન થવા સૂચના આપવામાં આવી છે. રસ્તાઓ પર પાણી વળતાં અનેક ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સીધી અસર ટ્રેનો પર વર્તાઇ છે. સૌરાષ્ટ્ર પંથકમાં અતિભારે વરસાદના લીધે રેલ વ્યવહાર ખોરવાઇ ગયો છે.
તો બીજી તરફ પોરબંદર-રાણાવાવ વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર અને પોરબંદર કાનાલુસ પોરબંદર ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. તેમજ 2 ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોરબંદર શહેર, ગ્રામ્ય અને બરડા પંથક જળમગ્ન થયો છે. વરસાદની આગાહીને લઇ NDRFની ટીમ તૈનાત કરાઇ છે. વડોદરા, નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકામાં ટીમ તૈનાત કરાઇ છે. જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથમાં તૈનાત છે.
અતિભારે વરસાદની આગાહીને લઇ તંત્ર એલર્ટ મોડ પર છે. કોઇ જાનહાનિ કે દુર્ઘટના ના સર્જાય તે માટે કામગીરી કરી રહી છે. NDRFની ટીમ બચાવ કામગીરી કરશે. ગીર સોમનાથના વેરાવળમાં વરસાદ આવ્યો છે. જેમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ શરૂ થતા 11 KVના વીજપોલ ધરાશાયી થયા છે. પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે. ડારી, છાત્રોડામાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમજ અલગ-અલગ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે વેરાવળમા પણ વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. રેયોન કંપનીના ગેટ પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થયુ છે. 11 કેવીના 7 વીજ પોલ ધરાશાયી થયા છે. છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર થતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો છે.
જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઇ છે. ખેતરો પાણીમાં ગરકાવ થતાં બેટ જેવા દ્વશ્યમાન થાય છે. જુનાગઢ પંથકમાં ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, રોડ રસ્તા અને મંદિરોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેના લીધે લોકોની ઘરવખરીને ભારે નુકસાન થવા પામ્યું છે. મુશળધાર વરસાદના પગલે ક્યાંક ઘૂંટણસમા તો ક્યાંક કેડસમા પાણી ભરાયા છે. રાજકોટના ધોરાજી પંથકમાં અતિભારે વરસાદે વિનાશ વેર્યો છે. રાજકોટ તાલુકાના છાડરવાવદરમાં આભ ફાટ્યું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે.
વરૂણદેવ સૌરાષ્ટ્ર પંથક પર મહેરબાન થયા હોય એવું લાગી રહ્યું છે. ઠેર-ઠેર ધોધમાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે દ્વારકાના કલ્પાણપુર તાલુકમાં 8 કલાકમાં 10 ઇંચ નોંધયો છે. એકધારા મુશળાધાર વરસાદની લીધે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. રોડ રસ્તાઓ પણ જાણે નદીઓ વહેતી રહી હોય એવું લાગી છે. ખેતરો બોટમાં ફેરવાય ગયા અને અનેક માર્ગો બંધ થઇ ગયા છે. રાજકોટના ધોરાજી પંથકમાં અતિભારે વરસાદે વિનાશ વેર્યો છે. રાજકોટ તાલુકાના છાડરવાવદરમાં આભ ફાટ્યું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. વરૂણદેવ સૌરાષ્ટ્ર પંથક પર મહેરબાન થયા હોય એવું લાગી રહ્યું છે. ઠેર-ઠેર ધોધમાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે દ્વારકાના કલ્પાણપુર તાલુકમાં 8 કલાકમાં 10 ઇંચ નોંધયો છે. એકધારા મુશળાધાર વરસાદની લીધે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. રોડ રસ્તાઓ પણ જાણે નદીઓ વહેતી રહી હોય એવું લાગી છે. ખેતરો બોટમાં ફેરવાય ગયા અને અનેક માર્ગો બંધ થઇ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationવડોદરામાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ
November 23, 2024વડોદરામાં બાઈક સવાર દંપતિનો અછોડો તોડી બાઈક સવાર ફરાર
November 23, 2024Complaint : પૈસાની લેતીદેતી મામલે યુવક પર છરી વડે હુમલો
November 23, 2024