સરકારશ્રી દ્વારા સિકલસેલની વિનામૂલ્યે સારવાર તથા સહાય મળે છે. - આરતીબેન પટેલ (બારતાડ, વાંસદા) "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નવસારી જિલ્લાના ગામેગામ ફરીને ભારત સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃત કરી, લાભાર્થીઓને ઘર આંગણે જ લાભોનું વિતરણ કરવામાં આવી રહયું છે. જે કાર્યક્રમ અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન વાંસદા તાલુકાના બારતાડ ગામે મેરી કહાની મેરી જુબાની કાર્યક્રમ અન્વયે વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.
વાંસદા તાલુકાની બારતાડ ગામની આરતીબે પટેલે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું કે, મને અને મારા પતિને ચેકઅપ કરતાં સિકલસેલ સિકલસેલ એનિમયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. મારી પ્રેગ્નસી દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં જઇ તપાસ અને યોગ્ય સારવાર મેળવી હતી. સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે સારવાર તેમજ સહાય પણ મળે છે. જે બદલ તેઓએ, સરકારશ્રી, જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગનો ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો હતો. સિકલસેલના દર્દીઓએ ડરવાની જરૂરત નથી કારણ કે આ કોઇ ચેપી રોગ નથી. વારસાગત હોઇ શકે. સિકલસેલ એનિમિયા અંગે કોઇપણ મૂંઝવણ હોય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાની ચોક્કસ મુલાકાત લેવી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500