Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં ઘરે એક નવા મહેમાનનું આગમન : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નવા મહેમાન વિશે માહિતી શેર કરી

  • September 15, 2024 

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં ઘરે એક નવા મહેમાનનું આગમન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા પર આ નવા મહેમાન વિશે માહિતી શેર કરી છે. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ આ મહેમાન એક વાછરડું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આ વીડિયો ક્લિપ શેર કરતા લખ્યું કે, ‘આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે ગામ: સર્વસુખ પ્રદા: પ્રધાનમંત્રી આવાસ પરિવારમાં નવા સભ્યનું શુભ આગમન થયું છે. મારા નિવાસ સ્થાને પ્રિય ગૌ માતાએ એક વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર પ્રકાશનું ચિહ્ન છે.


તેથી, મેં તેનું નામ 'દીપજ્યોતિ' રાખ્યું છે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પ્રાણીઓ પ્રત્યેના પ્રેમનો લેટેસ્ટ વીડિયો સામે આવતા જ લોકોએ તેને શેર કરવાનું શરૂ કરી દીધું છે. થોડી જ વારમાં પીએમના વાછરડા સાથેના વીડિયો અને ફોટા વાયરલ થવા લાગ્યા. સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ઘણાં યુઝર્સે વડાપ્રધાનશ્રીના પશુ પ્રેમની પ્રશંસા કરી તેમજ આ વીડિયોને અત્યાર સુધીનો બેસ્ટ વીડિયો પણ કહ્યો છે. મહત્વનું છે કે, આ પહેલા મકરસંક્રાંતિના અવસર પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તેમના નિવાસ સ્થાને ગાયની સેવા કરતા જોવા મળ્યા હતા. આ સિવાય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો મોર સાથેનો ફોટો પણ સામે આવ્યો છે. આ ફોટામાં તે મોરને પોતાના હાથથી ખવડાવતા જોવા મળી રહ્યાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News