વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કર્ણાટકના બેંગલુરુમાં 'ઈન્ડિયા એનર્જી વીક 2023'નું ઉદ્ધાટન કર્યું હતું. આ અવસર પર વડાપ્રધાન મોદીને વિશેષ ભેટ મળી હતી. આર્જેન્ટીનાની એનર્જી કંપની YPFનાં અધ્યક્ષ પાબ્લો ગોંજાલેજે વડાપ્રધાનને લિયોનેલ મેસ્સીના નામ વાળી આર્જેન્ટીનાની ફૂટબોલ ટીમની ટી શર્ટ ગીફ્ટ કરી છે. ટી શર્ટ પર કેપ્ટન લિયોનેલ મેસ્સીનું નામ અને તેનો આઈકોનિક નંબર 10 લખેલો છે. મહાન ફૂટબોલ ખેલાડીઓમાંના એક ગણાતા મેસ્સીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આર્જેન્ટિનાને વર્લ્ડ કપનો ખિતાબ અપાવ્યો હતો.
આર્જેન્ટિનાની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેણે વર્લ્ડ કપ ફાઈનલ બાદ ટ્વીટ કર્યું હતું કે, આ અત્યાર સુધીની સૌથી રોમાંચક ફૂટબોલ મેચોમાંની એક તરીકે યાદ કરવામાં આવશે! આર્જેન્ટિનાને #FIFAWorldCup ચેમ્પિયન બનવા બદલ અભિનંદન! તેમણે ટૂર્નામેન્ટના માધ્યમથી શાનદાર પ્રદર્શન કર્યું છે. આર્જેન્ટિનાં અને મેસ્સીનાં લાખો ભારતીય ચાહકો આ શાનદાર જીતની ઉજવણી કરી રહ્યા છે.
લિયોનેલ મેસ્સી અને આર્જેન્ટિનાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં વર્લ્ડ કપ જીતવા માટે ફ્રાન્સ સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી. મેસ્સીએ 2022ના વર્લ્ડ કપમાં સાત ગોલ કર્યા હતા. આ ઉપરાંત તેણે 1986 પછી આર્જેન્ટિનાને તેનું પ્રથમ ટાઇટલ અપાવ્યું હતું. મેચ જીત્યા બાદ 35 વર્ષીય મેસ્સીએ કહ્યું હતું કે, જો મેરાડોનાએ તેને ટ્રોફી સોંપી હોત તો તેને વધુ ગમ્યું હોત.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500