અમલસાડ રેલવે સ્ટેશનની દક્ષિણે યાર્ડમાં રેલવે લાઈન પર શુક્રવારે મધ્ય રાતના ટ્રેન નં.૧૯૨૧૮ અપ સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનની ટક્કર વાગતાં માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતા યુવાનનું મોત નીપજ્યું હતું. મૃત્યુ થનાર યુવાનની ઓળખ થઈ નથી તેમજ વાલીવારસો મળી આવેલા નથી. મૃતક યુવાનની ઉ.આ.વ.૨૦ થી ૨૫ વર્ષ, શરીરે પાતળા બાંધાનો, ઉંચાઈ ૫ ફૂટ ૭ ઇંચ, રંગે ઘઉંવર્ણ, શરીરે કાળા સફેદ કલરનું ચોકડી વાળું આખી બાયનું શર્ટ તથા કમરના ભાગે કાળા કલરનું પેન્ટ, મહેંદી કલરનો જાંગિયો અને પગમાં પ્લાસ્ટિકના કાળા તથા સફેદ કલરના ચંપલ પહેરેલા હતાં. બીલીમોરા રેલવે પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતકના વાલી વારસોએ બીલીમોરા રેલવે આઉટ પોસ્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application