બારડોલી તાલુકાના મઢી ગામની મંદિર ફળીયામાં રહેતી મનીષાબેન ઋત્વિકભાઈ ઠાકર ગત તારીખ ૧૩/૦૩/૨૦૨૪ના રોજ મોબાઈલ ફોનમાં ઈન્ટાગ્રામ ઉપર રીલ જોતી હતી. ત્યારે એક જોબ માટેની રિલ્સ આવી હતી. જેથી તે રીલ્સનો રીપ્લાય કરતા ટેલીગ્રામ કાવ્યા નામના આઈડી ઉપર જોઈન થવા માટે કહ્યું. તે આઈડી ઉપર મેસેજ કરેલ જેથી સામેથી મોબાઈલ નંબર માંગ્યો હતો. મોબાઈલ ફોન નંબર આપતા સામેથી એક લીંક મોકલી હતી. જેમાં હોમ પેજ એમેઝોન નામની ખુલેલ હતું અને તેઓએ જણાવ્યું કે તમોને એમેઝોનમાં જોબ ઓફર કરી છે. જેમં અલગ અલગ પેકેજ આવે છે.
જેમાં તમારે કોઈ એક પેકેજ સીલેક્ટ કરવું પડશે અને તેમાં અલગ અલગ ટાસ્ક આપવામાં આવેલા જે ટાસ્ક પુરા કર્યાથી કમિશન મળશે એમ જણાવ્યું હતું. જેથી શરૂઆત ૨૦૦ રૂપિયાનું ટ્રાયલ કરવા કહ્યું અને તેમાં ૩૮૦ રૂપિયા કમીશન મળ્યું ત્યારબાદ તેણે ટાસ્ક લેવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ તબક્કાવાર રૂપિયા ખંખેરી લીધા હતા. પરંતુ કમિશન નહીં મળતા સામેથી એમેઝોન એકાઉન્ટમાં પૈસા ફ્રીઝ કરી દીધા છે અને વધુ રૂપિયા માંગતા કાવ્યા નામની અજાણી વ્યક્તિએ તેના મેનેજર સંતોષ બૈરાગીની આઈડી આપ્યો હતો. ફરી કુલ રૂપિયા ૧,૬૨,૦૪૮ રૂપિયા પાછા આપવા માટે ૫૭,૨૬૨.૯ ભરવા જણાવ્યું હતું. જેથી તે રૂપિયા ભરીને તેનો સ્ક્રીનશોર્ટ મોકલી આપ્યો તેમ છતા રૂપિયા આવ્યા ન હતા. આ રીતે મનીષાબેન ઠાકર સાથે કુલ રૂપિયા ૨,૨૦,૦૧૦.૯/-નો સાઈબર ફ્રોડ થયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500