Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપરાડાનાં જોગવેલ ગામે વાહન અડફેટે વૃદ્ધાનું મોત નિપજ્યું

  • June 22, 2024 

કપરાડાનાં જોગવેલ ગામના નવી નગરી ફળિયામાં રહેતા તુલસીબેન ગાંડાભાઈ ચૌહાણ (ઉ.વ.75) નાનાપોંઢા હોસ્પિટલ જવા માટે પગપાળા નીકળ્યા હતા. તેઓ જોગવેલ ગામના ત્રણ રસ્તાથી પરમપુર તરફ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે રસ્તા પરથી પસાર થઈ કન્ટેનર નંબર GJ/01/KT/9151નાં ચાલકે તુલસીબેનને પાછળથી ટક્કર મારીને અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કન્ટેનર અને ડિવાઈડર વચ્ચે આવી ગયેલા તુલસીબેનનું ચગદાઈ જતા અરેરાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માત સર્જનાર કન્ટેનરનો ચાલક સ્થળ ઉપરથી કરાર થઈ ગયો હતો. બનાવ અંગે મૃતકના પુત્ર બાબુભાઈ ચૌહાણએ નાનાપોંઢા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application