Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈરાનનાં પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતનાં ખોય શહેરમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

  • January 29, 2023 

ઉત્તર-પશ્ચિમ ઈરાનનાં પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતનાં ખોય શહેરમાં શનિવારે રાતે 5.9ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ આવ્યો હતો. એક અહેવાલ અનુસાર ભૂકંપને કારણે ઈરાનની એક પ્રાંતીય રાજધાનીમાં અનેક મકાનોને નુકસાન થયું હતું. ઈરાની મીડિયા અને યુરોપિયન ભૂમધ્યસાગરીય ભૂકંપ કેન્દ્ર (EMSC) દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. જોકે ઈરાનના એક મીડિયા અનુસાર કોઈ જાનહાનિના અહેવાલ અત્યાર સુધી મળ્યા નથી.



જયારે એક અહેવાલોમાં અધિકારીઓનાં હવાલાથી એવો દાવો કરાયો હતો કે, અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં ભૂકંપને કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 440થી વધુ લોકો ઘવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પણ 10 કિલોમીટર ઊંડે હોવાનું જણાવાયું છે. ભૂકંપગ્રસ્ત વિસ્તારો માટે રાહત અને બચાવ ટુકડી રવાના કરી દેવામાં આવી હતી. હોસ્પિટલોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application