મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વનાં પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ડાંગ જિલ્લામાં તારીખ ૧થી ૮ ઓગસ્ટ ૨૦૨૪ દરમ્યાન 'નારી વંદન ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત તારીખ ૬/૮/૨૦૨૪ રોજ મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ, મહિલા અને બાળ અધિકારી કચેરી આહવા-ડાંગ દ્વારા, નારી વંદન ઉત્સવ નિમિત્તે ‘મહિલા કર્મયોગી દિવસ’ અંતર્ગત ‘કામકાજ ના સ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી’ વિષયક જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ હેઠળ કાયદાની સમજ અને મહિલાઓને જાતિય સતામણીથી બચવાના ઉપાયો તેમજ તેની સામે લેવાના પગલાઓ વિશે માહિતી આપવામાં આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application