Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેવાર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇમાં તકનીકી ખામી સર્જાતા સ્વીડનમાં ઈમરજન્સી લેન્ડીંગ કરાયું

  • February 22, 2023 

નેવાર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ નંબર AI106નું સ્વીડનમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટ તકનીકી ખામી સર્જાતા સ્વીડનનાં સ્ટોકહોમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફાઈલટમાં લગભગ 300 જેટલા મુસાફરો સવાર હતા. સુત્રો પરથી મળતી જાણકારી અનુસાર, તમામ મુસાફરો સુરક્ષિત છે. માહિતી મળ્યા બાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફાયર એન્જિન સુવિધા કરવામાં આવી હતી. એન્જિન ઓઈલ લીક થવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ DGCA
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ માહિતી આપી છે કે, એર ઈન્ડિયા યુએસ-દિલ્હી ફ્લાઈટને એરક્રાફ્ટના એન્જિનમાંથી ઓઈલ લીકેજને કારણે સ્ટોકહોમ, સ્વીડન તરફ વાળવામાં આવી હતી અને ત્યાં તેનું સુરક્ષિત લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application