વલસાડનાં ગાડરીયા ગામે કાર અને રીક્ષા સામસામે અથડાતા રીક્ષા ચાલક સહિત બે વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતમાં કાર ડિવાઈડર તોડીને રોડની નીચે ઉતરી જતા કારમાં સવાર તમામને સામાન્ય ઇજા થઇ હતી. ગંભીર રીતે ઈજા પામનારાઓને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દમણમાં રહેતા એક પરિવારના મોભીએ તેમના પગની સારવાર ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ કરાવ્યા બાદ પરિવારના સભ્યો કાર નંબર DD/03/K/2044માં બેસી દમણ જઈ રહ્યા હતા.
તે સમયે કાર ગાડરીયા ગામના આખરવલ્લી ફળિયા પાસે પહોંચી ત્યારે વલસાડથી ધરમપુર તરફ જઈ રહેલી રિક્ષા નંબર GJ/15/AU/ 7338 સાથે ધડાકાભેર અથડાઈ પડતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અખિલેશભાઈ રાજપૂત (ઉ.વ.40., રહે.અટકપારડી ગામ, ગુજરાતી સ્કૂલની પાછળ) અને દિલીપભાઈ પટેલ (ઉ.વ 30)ને ગંભીર ઈજા થઈ હતી. જોકે બંન્નેને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં કાર ડિવાઈડર તોડી રસ્તા નીચે ઉતરી ગઈ હતી. જોકે કારમાં સવાર પરિવારના તમામ સભ્યોને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માતની ઘટનામાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application