સમગ્ર વિશ્વમાં હાલમાં ભૂંકપના આંચકા નોંધાઈ રહ્યા છે. તાજેકરમાં તુર્કીયમાં ભૂકંપે મોટી તબાહી મચાવી છે. ત્યારબાદ દેશમાં વિવિધ રાજ્યોમાં પણ ભૂંકપનાં આંચકા આવી રહ્યા છે. આ સાથે છેલ્લા કેટલાક સમયથી અમરેલી અને સાવરકુંડલા વિસ્તારમાં પણ ભૂકંપનાં આંચકા નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે સવારના સમયમાં અમરેલીમાં ફરી ધરા ધ્રુજી ઉઠી હતી. આજે સવારે લગભગ 9.06 કલાકની આસપાસ અમરેલી પાસે ભૂકંપનો આંચકો આવતાં લોકો ફફડી ઉઠ્યા હતા અને તરત ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ વિસ્તારોના ગામડામાં ભૂકંપનો અનુભવ થયાની માહિતી નથી.
જયારે આજે સવારે લગભગ 9.06 કલાકની આસપાસ અમરેલી પાસે ભૂકંપનો આંચકો આવતાં લોકો ફફડી ઉઠ્યા હતા. વહેલી સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી. અને આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિલોમીટર દુર નોંધાયું છે. હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાનના કોઈ સમાચાર નથી. પરંતુ ભુકંપના આ આંચકાથી લોકોમાં ભય ફેલાયો હતો અને ઘરની બહાર દોડી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application