Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કાર અને રિક્ષા વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત, એક ઘાયલ

  • January 10, 2023 

અમદાવાદનાં વસ્ત્રાલમાં એસ.પી.રિંગ રોડ ઉપર માધવ ફાર્મ પાસે શિવમ આવાસ ખાતે રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઇ નવલસિંહ રાઠોડ (ઉ.વ.43) ગતરોજ રાત્રે લાગે રિક્ષામાં પેસેન્જર બેસાડીને ઓઢવ રિંગ રોડ ઉપર પાંજરાપોળ સર્કલ પાસેથી પસાર થતા હતા. તે સમયે પૂરઝડપે આવી રહેલ બોલેરો કારનાં ચાલકે પોતાના વાહન પરનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.




જેના કારણે રિક્ષા પલટી જતાં રિક્ષા ચાલકને કપાળ તથા બંને પગે અને હાથે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાતે ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. જોકે આ અકસ્માતમાં રિક્ષા બેઠેલા પેસેન્જર નિલેશભાઇને પણ ગંભીર ઇજા થઇ હતી. જોકે અકસ્માત સર્જી બોલેરો ચાલક નાસી ગયો હતો. બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે બોલેરોનાં નંબર આધારે શોધખોળ હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News