અમદાવાદનાં ગુજરાતીની મેક્સિકોમાં હત્યા કરી દેવામાં આવી છે જેમાં આ હત્યા લૂંટનાં ઈરાદે કરી હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક મીડિયાનાં અહેવાલ મુજબ, મેક્સકોમાં રહેતા મૂળ અમદાવાદનાં કેતન શાહ કે જેઓ ટોરેન્ટ ફાર્મા કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ ગત શનિવારે 10 હજાર ડોલરની કરન્સી એક્સચેન્જ કરવવા અર્થે મેક્સિકો સિટીનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગયા હતા. ત્યાથી તેઓ પિતાની સાથે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બાઈક પર સવાર બે શખ્સોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં કેતન શાહનું ગોળી વાગવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સ્થાનિક સુત્રોમાંથી મળતા અહેવાલ અનુસાર બાઈક સવાર બે યુવક ગોળીબાર કરીને લૂંટને અંજામ આપ્યો હતો. આ ઘટના અંગે ભારતીય દૂતાવાસે પણ ટ્વિટ કરીને વાતની પુષ્ટિ કરી હતી. ઘટના અંગે સ્થાનિક પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application