અમદાવાદનાં પાલડી વિસ્તારમાં રહેતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવકે આશ્રમરોડ પર આવેલી કોલેજનાં અવાવરૂ રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારબાદ રાયપુર અને વસ્ત્રાપુર તળાવની આસપાસની હોટલોમાં લઈ જઈ અનેકવાર શરીર સબંધ બાંધ્યો હતો. યુવતીએ લગ્નની વાત કરતા યુવકે લગ્ન કરવાનો ઈન્કાર કરી દેતા યુવતીએ યુવક વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી આરોપી યુવકની ધરપકડ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, પાલડીમાં રહેતી યુવતી આશ્રમરોડ સ્થિત એક કોલેજમાં અભ્યાસ કરે છે. કોલેજમાં તેની સાથે અભ્યાસ કરતા સંજય સોલંકી સાથે યુવતીને ઓળખાણ થયા બાદ સંજયે યુવતીને તે પ્રેમ કરતો હોવાનુ કહીને તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી.
જોકે યુવતીએ સંજય પર વિશ્વાસ મુકી તેના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ એક દિવસે સંજયે યુવતીને કોલેજના એક અવાવરૂ રૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ. ત્યારબાદ લગ્નનો વાયદો કરીને સંજય અવારનવાર યુવતી સાથે શરીર સબંધ બાંધતો હતો. તેણે વસ્ત્રાપુર અને રાયપુરની હોટલમાં લઈ જઇને યુવતી સાથે શરીરસબંધ બાંધ્યો હતો. યુવતીએ સંજયને લગ્નની વાત કરતા શરૂઆતમાં તેણે વાયદા આપવાનુ શરૂ કર્યુ હતુ. યુવતીએ લગ્ન માટે જીદ કરતા સંજયે ઝઘડો કરીને યુવતીને સ્પષ્ટ શબ્દોમાં લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. લગ્નનો ઈન્કાર કરતા ભાંગી પડેલી યુવતીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સંજય સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
April 03, 2025જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
April 03, 2025ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો
April 03, 2025