Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પતિથી કંટાળેલી પત્નીએ સોપારી આપી કરાવી પતિની હત્યા, CCTV ફૂટેજનાં આધારે પોલીસે તમામ આરોપીઓની કરી ધરપકડ

  • June 12, 2022 

અમદાવાદનાં આંબાવાડીમાં સી.એન.વિદ્યાલય પાસે બુધવારનાં રોજ થયેલ હત્યાનાં બનાવમાં પોલીસે મૃતકની પત્ની સહિત 6 આરોપીની ધરપકડ કરી હતી. જોકે પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, પતિથી કંટાળેલી પત્નીએ જ હત્યાની સોપારી આપી હતી અને પકડાયેલ આરોપીઓ 10 વાર મૃતકનો પીછો કર્યો બાદ હત્યા કરવામાં સફળ થયાનું ખુલ્યું હતું. બનાવ અંગે પોલીસે CCTV ફૂટેજનાં આધારે સમગ્ર મામલાને મૂળ સુધી પહોચવામાં સફળ બન્યા હતા.



સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઇસનપુરની નવરંગ સોસાયટીમાં રહેતા શાંતિલાલ ધંધુકીયા પોતાની રિક્ષામાં દર્દી સહિતનાં પેસેન્જરોને આંબાવાડી સી.એન.વિદ્યાલય પાસેની લેબોરેટરીમાં આવ્યા હતા. દર્દીને લઈ પેસેન્જરો લેબમાં ગયા ત્યારે રીક્ષામાં શાંતિલાલ પેસેન્જરોની રાહ જોઈને ત્યાં જ બેઠા હતા. તે સમયે અજાણ્યા વ્યક્તિઓએ આવી શાંતિલાલને છરીના ઘા માર્યા હતા. બનાવને પગલે શાંતિલાલને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.



જોકે સારવાર દરમિયાન શાંતિલાલનું મોત થતા પોલીસે હત્યાની કલમ ઉમેરી તપાસ હાથ ધરી હતી. જોકે એલિસબ્રિજ પોલીસે સ્થળ પર તપાસ કરતા શાંતિલાલની રીક્ષાનો નંબર પ્લેટ વગરની અન્ય રીક્ષા પીછો કરતી હોવાનું ખુલ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન શાંતિલાલની પત્નીનું કનેક્શન હત્યામાં ખુલ્યું હતું. પોલીસે આ ગુનામાં મૃતકની પત્ની રૂપલ ધંધુકિયા, ફયાઝુદિન શેખ, સાબિર અન્સારી, શાહરુખ પઠાણ, મોહમદ શકીલ અન્સારીની ધરપકડ કરી હતી.



વધુમાં પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ, રૂપલ પતિ શાંતીલાલથી ત્રાસી ગઈ હતી જેથી રૂપલ કપડાં જડતરનું કામ ફયાઝુદ્દીનને ત્યાં કરતી હતી. આથી પતિના ત્રાસની વાતો ફયાઝ સાથે કરી શાંતિલાલની હત્યા કરવાની વાત કરી હતી. આ માટે 4 લાખની સોપારી નક્કી કરવામાં આવી હતી. પત્ની રૂપલ આરોપીઓને પતિના લોકેશન અંગે જાણકારી મેસેજ કરીને આપતી હતી. પોલીસે ફયાઝની દુકાને તપાસ કરી ફૂટેજ તેમજ ઓડિયો રેકોર્ડિંગ લીધા તેમાં આ ઘટસ્ફોટ થયો હતો.



જયારે મૃતક શાંતિલાલની હત્યા કરવા આરોપીએ સુરત, કાલુપુર રેલ્વે સ્ટેશન સુધી તેનો પીછો કર્યો હતો. આ રીતે દસ વાર શાંતિલાલને મારવા હુમલાખોરોએ પ્રયાસ કર્યો પણ મારી શક્યા નહી પણ ચાર દિવસ અગાઉ શાંતિલાલને મારવામાં આરોપીઓ સફળ રહ્યા હતા. આમ, પોલીસે તમામ આરોપીઓને પકડી પાડી તમામ વિરીદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application