Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

LRD જવાન રૂપિયા 1000ની લાંચ લેતા ઝડપાયો

  • June 14, 2022 

એ.સી.બી.ને અમદાવાદ શહેર તથા નેશનલ હાઈવે રીંગ રોડ પર આવતા જતા વાહનોને પોલીસ, હોમગાર્ડ તથા ટીઆરબીનાં માણસો વાહનો રોકી લોકોને હેરાન પરેશાન કરતા હોવાની અંગત બાતમીદારો દ્વારા માહીતી મળી હતી. જેમાં કાયદેસરના દંડ સિવાયની પોતાના અંગત સ્વાર્થ માટે લાંચના નાણાંની માંગણી કરતા હોવાની માહીતી મળી હતી.



જેના મુદ્દે એસીબીએ ડીકોયરનો સંપર્ક કરી સદર રજુઆતો સંબંધે ડીકોયરનો સાથ સહકાર મેળવી ડીકોયનું આયોજન કરતા રણાસણ ટોલનાકા પાસે આરોપી LRD હાથીભાઇ કાળુભાઇ ચૌધરીએ ડીકોયરની ઇક્કો ગાડી ઉભી રખાવી હેતુલક્ષી વાતચીત કરી અલગ અલગ દંડ 7000 રૂપિયાનો ભરવો પડશે તેવો ડર બતાવી રકઝકના અંતે 1000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. તેમજ લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ પકડાઇ ગયા હતા. આરોપીને એસીબીએ ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News