અમદાવાદ શહેરનાં નરોડા જીઆઇડીસી વિસ્તારમાં એક મહિલાનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. જોકે સ્થાનિક પોલીસને નક્કર કડી મળતી નહોતી. બીજી તરફ અમદાવાદ ક્રાઇમબ્રાંચે કેસની તપાસમાં ઝંપલાવીને મહિલાની હત્યા કરનાર યુવકને ઓરિસ્સાથી ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મહિલા સાથે આરોપીને પ્રેમ સંબધ હતો અને મહિલાએ લગ્ન કરવાની જીદ કરતા તકરાર થઇ હતી. જેના પગલે તેની હત્યા કરીને તે ફરાર થઇ ગયો હતોઆ સમગ્ર બનાવની વિગતો એવી છે કે, નરોડામાં રહેતી ૨૭ વર્ષીય મધુ ડામોરનો મૃતદેહ નરોડા જીઆઇડીસીની એક કંપની પાસે મળી આવ્યો હતો.
તેને માથાના ભાગે મારીને તેની હત્યા કરવામાં આવી હતી. જોકે નરોડા પોલીસને આ અંગે કોઇ ક્ડી મળી નહોતી. જેથી કેસની તપાસમાં નરોડા પોલીસે ઢિલાસ રાખી હતી. બીજી તરફ ક્રાઇમ બ્રાંચે અમદાવાદનાં વિવિધ અનડીટેક્ટ કેસ પૈકી આ કેસની તપાસ શરૂ કરી હતી. જેમાં પીઆઇ ડી.બી.પટેલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મધુ સાથે પકંજ સાવ નામના એક યુવકને સંબધ હતો. જે હત્યાના બનાવ બાદ ફરાર હતો. જેથી પોલીસે તે દિશામાં તપાસ કરતા પંકજ સાવ ઓરિસ્સા હોવાની બાતમીને આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે જીઆઇડીસીમાં મધુ સાથે કામ કરતો હતો અને તેને ત્યાં જમવા જતો હતો. આ દરમિયાન બંનેને પ્રેમ થયો હતો. જેની જાણ મધુના પતિને થતા પકંજ સાથે તરકરાર કરીને કાઢી મુક્યો હતો. જેથી પંકજ બિહારમાં જમુઇ ખાતે આવેલા તેના વતનમાં ચાલ્યો ગયો હતો. જ્યાં તેની સગાઇ થઇ હતી. આ વાતની જાણ મધુને થતા તેણે પંકજને અમદાવાદ બોલાવીને લગ્ન માટે દબાણ કર્યું હતું. પરંતુ પકંજે લગ્નની ના કહેતા બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો અને તેણે મધુની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તે ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલીને આરોપીને નરોડા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500