Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુવક પર ચાકુથી હુમલો કરી લૂંટ ચલાવનાર ત્રણ સામે ગુનો દાખલ

  • June 28, 2022 

અમદાવાદનાં મેઘાણીનગર ભાર્ગવ રોડ પર વી.વી.તોમર સ્કૂલ પાસે મેદાનમાં માથાભારે શખ્સોએ સોમવારે સાંજે 20 વર્ષીય યુવક પર ચાકુથી ઉપરાછાપરી બે હુમલા કરી લૂંટ ચલાવી હતી. મેઘાણીનગર પોલીસે વિસ્તારના માથાભારે શની કુશવાહ, સોનવીર બઘેલ અને લલ્લા ભદોરીયા વિરૂધ્ધ લૂંટ અને મારામારી ઈજા કરવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભાર્ગવ ઓળ ડિફેન્સ કોલોનીમાં રહેતો અને ઘરેથી હોઝિયરીનું કામ કરતા રીશી કનૈયાલાલ માલીએ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ શની, લલ્લા અને સોનવીર મેઘાણીનગરના માથાભારે શખ્સ હોવાથી તે તેઓને ઓળખે છે. સોમવારે સાંજે ફરિયાદી મેદાનમાં ગયો હતો.




તે સમયે ત્રણે આરોપીઓએ તેની પાસે જઈ કોઈ કારણ વગર અપશબ્દો બોલી રીશીને મારમાર્યો હતો. સોનવીરે ચાકુ કાઢી હુમલો કરતા ફરિયાદીને આંગળીઓ પર ઇજા થઇ એજ ચાકુ લઈ આરોપી શનીએ હાથની કોણી પર ઘા મારી ઇજાઓ કરી હતી. ત્રણે આરોપીએ ફરિયાદીના રૂપિયા 2 હજારની રોકડ અને સોનાની રૂપિયા 20 હજારની વીંટી લૂંટી લીધી હતી.




જોકે રીશી ત્યાંથી તેના મામીના ઘર તરફ ગયો તે સમયે મિત્રે વી.વી.તોમર સ્કૂલ પાસે ઉભા રહેવાનું કહેતા તે ઉભો હતો. તે સમયે ત્યાં ફરી ત્રણે આરોપી આવ્યા હતા. લલ્લાએ ફરી ચાકુનો ઘા મારતા રીશીએ હાથ વચ્ચે નાખતા હથેળીમાં ઘસરકો પડ્યો હતો. આરોપીએ ફરી રીશીના ખિસ્સામાં હાથ નાખી રૂપિયા 200ની લૂંટ ચલાવી હતી. ઇજાગ્રસ્ત રીશી માલીને તેના મિત્રો અને મામી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. આમ, પોલીસે ત્રણે આરોપીઓ વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application