અમદાવાદનાં સરદાનગરમાં રહેતી સગીરા સાથે સોશિયલ મિડિયાના માધ્યમથી મિત્ર બનીને યુવકે સગીરાને નરોડા મીની કાંકરીયા પાસે બોલાવીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, સરદારનગર વિસ્તારમાં નોબલનગર ખાતે રહેતી 15 વર્ષની સગીરાની માતાએ સરદાનગર પોલીસ સ્ટેશનમાં આયુષ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી અને તેમની દિકરી ત્રણ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામનાં માધ્યમથી પરિચયમાં આવ્યા હતા.
ત્યારબાદ યુવક ફોન કરીને સંપર્કમાં રહેતો હતો મિત્રતા ગાઢ બનતાં યુવક અવારનવાર સગીરાને નરોડા વિસ્તારમાં આવેલા મીની કાંકરીયા ખાતે બોલાવીને તેણીની સાથે દુષ્કર્મ આચરતો હતો. બનાવ અંગે સગીરાએ પરિવારજનોને વાત કરતાં તેની માતાએ યુવક સામે ફરિયાદ કરતાં પોલીસે આરોપી સામે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી સામે પુરાવા એકઠા કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application