Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબઈલ ચાલુ કરવા બાબતે યુવક પર ચાકુ વડે હુમલો, પોલીસ તપાસ શરૂ

  • June 06, 2022 

અમદાવાદનાં વસ્ત્રાલમાં મોબાઇલ ચાલુ કરવા બાબતે તકરાર કરીને યુવકને ચાકુના ઘા મારીને આરોપી નાસી ગયો હતો, જયારે ગંભીર રીતે ઘાયલ યુવક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. બનાવ અંગે રામોલ પોલીસે આરોપી સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વસ્ત્રાલ વિસ્તારમાં તક્ષશિલા સ્કૂલ પાછળ ઉમિયાનગરમાં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા હંસરાજભાઇ મહિપાલસિંહ તોમરે રામોલ પોલીસ  સ્ટેશનમાં રૂપેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે કે, તેમના પડોશમાં મોટા ભાઇ પરિવાર સાથે રહે છે. તેમની ભાભી બિમાર હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી ગત તા.4ના રોજ રાતે 9 વાગે તેમનો ભત્રીજો મનીષ મહેન્દ્રભાઇ તોમર (ઉ.વ.18) તેમની ભાભીને ટિફીન આપવા માટે ગયો હતો.



જોકે, ટિફીન આપીને પરત આવી રહ્યો હતો. તે સમયેતે નિરાંત ચોકડી પાસે ઉમાવન્સી પાન પાર્લર ઉપર ગયો હતો જ્યાં હાજર આરોપી રૂપેશ પટેલ સાથે મોબાઇલ ચાલુ કરવા બાબતે બોલાચાલી થતાં આરોપીએ ઉશ્કેરાઇને ફરિયાદીના ભત્રીજા ઉપર ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો જેથી યુવકને છાતીમાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application