Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

SBI બેંકમાં પોલીસ જવાન પર ફાયરિંગ કરનાર ગાર્ડ ઝડપાયો

  • June 21, 2022 

એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાન રાજેન્દ્રકુમાર વિરાભાઈ પ્રજાપતિ (ઉ.વ.42) નાઓ ઓફ ડયૂટી હોવાથી પોતાની નાની પુત્રીને લઈને સરદારનગર મહારથી સોસાયટી પાસે આવેલ SBI બેંકમાં ગયા હતા. બેંકમાં લાઈન હોવાથી રાજેન્દ્રકુમારે બાળકીને ગાર્ડની ખુરશીમાં બેસાડી અને પોતે લાઈનમાં ઉભા રહ્યા હતા. તે સમયે બેંકનો ગાર્ડ કમ્મોદસિંહ બાળકીને ખુરશીમાં જોઈ ઉશ્કેરાયો અને જોરજોરથી તેની પર બૂમો પાડવા લાગ્યો હતા. જયારે માસૂમ પુત્રીને આ રીતે ધમકાવી રહેલા ગાર્ડને રાજેન્દ્રકુમારે સમજાવવા પ્રયાસ કર્યો હતો.



જોકે, આરોપીએ એલફેલ બોલવાનું શરૂ કરી રાજેન્દ્રકુમાર સાથે ઝપાઝપી કરી હતી. બેંકનાં સ્ટાફે આરોપી કમ્મોદસિંહને સમજાવીને મામલો શાંત પાડયો હતો. જયારે કમ્મોદસિંહે અચાનક પોતાની બંદૂકમાંથી રાજેન્દ્રકુમારને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું અને ગોળી બેંકમાં હાજર એજન્સીની મહિલા કર્મચારી સુમનબહેનને વાગી હતી. રાજેન્દ્રકુમારે દોડીને બીજું ફાયરિંગ કરવાનો પ્રયાસ કરનાર કમ્મોદસિંહની બંદૂકની બેરલ પકડીને જમીન તરફ કરી દીધી હતી. કમ્મોદસિંહે પણ રાજેન્દ્રકુમારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા જણાવ્યું હતું કે, એક કો મારો યા દો કો સજા તો વહી હોંગી તેમ કહ્યું હતું.



આ બનાવને પગલે ઈજાગ્રસ્ત સુમનબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સુમનબહેનને ડાબા કાનના ઉપર માથાના ભાગે ઘસાઈને ગોળી નીકળી ગઈ હોવાથી ગંભીર ઈજા થઈ ન હતી. એરપોર્ટ પોલીસની ટીમે સ્થળ પર જઈ આરોપી કમ્મોદસિંગ અમૃતસિંગ પરીહાર (રહે.વૈશાલી ફલેટ, બાપુનગર) નાને ઝડપી લીધો હતો. આમ, પોલીસે આરોપી વિરૃદ્ધ હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપી ગાર્ડને રોજ કોઈની એક જણ સાથે તકરાર થતી રહેતી હતી. રાજેન્દ્રકુમાર સાથે પણ તેણે સામાન્ય બાબતે તકરાર કરીને ફાયરિંગ કરી દીધું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application