મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં બામણામાળદુર ગામથી ડોલવણ તરફ જતાં શેરડીનાં કોલાની સામેથી પસાર થતાં રોડ ઉપર એક રીક્ષા ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યા હતા તે સમયે અચાનક ભૂંડ આવી જતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી જેથી રીક્ષામાં સવાર મુસાફરોને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધાયો હતો.
મળતી માહિતી મુજબ, ડોલવણનાં પાટી ગામનાં જવાહર ફળિયામાં રહેતા કૃપલ હર્ષદભાઈ પટેલ નાંઓ તારીખ ૧૪/૧૧/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની પિયાગો રીક્ષા નંબર જીજે/૨૧/ડબ્લ્યુ/૮૧૮૧ને બામણામાળદુર ગામથી ડોલવણ તરફ જતાં શેરડીનાં કોલાની સામેથી પસાર થતાં રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યા હતા તે સમયે અચાનક ભૂંડ આવી જતાં સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં ભૂંડ ઉપર રીક્ષાનું ટાયર ચઢાવી દેતાં બે વખત પલ્ટી ખવડાવી અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં રીક્ષામાં સવાર જાગૃતિબેનને મોઢાના ભાગે અને ગળાનાં ભાગે ગંભીર ઈજા પહોંચાડી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જયારે વિરલભાઈ ઉત્તમભાઈ પટેલ (રહે.પાટી ગામ, કાકા બળિયા ફળિયું, ડોલવણ)ને પણ ડાબા હાથ અને ડાબા પગે મૂઢ ઈજા પહોંચી હતી તેમજ નવિનભાઈને શરીરે મૂઢ ઈજા પહોંચાડી અને સુભાષભાઈને ડાબા પગે ઈજા પહોંચી, કલાવતીબેન તથા મીનાબેનને પણ શરીરે મૂઢ ઈજા પહોંચી હતી. બનાવ અંગે વિરલભાઈ ઉત્તમભાઈ પટેલ નાંએ રીક્ષા ચાલક સામે ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500