Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફેસબુક, મેટા, ગૂગલ, ટ્વિટર બાદ હવે એન્ટરટેઈનમેન્ટ કંપની Disney 7,000 કર્મચારીઓની છટણી કરશે

  • February 11, 2023 

વિશ્વભરમાં મંદીનાં પડછાયા વચ્ચે મોટી કંપનીઓમાં છટણીની પ્રક્રિયા ચાલી રહી છે. ફેસબુક, મેટા, ગૂગલ, ટ્વિટર બાદ હવે એન્ટરટેઈનમેન્ટ કંપની Disneyનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. મનોરંજન ક્ષેત્રની દિગ્ગજ કંપની Disneyએ બુધવારે કહ્યું કે, તે 7,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. છટણીનો નિર્ણય CEO બોબ ઈગર દ્વારા લેવામાં આવ્યો છે. તેમને ગયા વર્ષે ડિસેમ્બરમાં કંપનીની કમાન સોંપવામાં આવી હતી. આ છટણીનો આંકડો મનોરંજન કંપની Disneyનાં વૈશ્વિક કર્મચારીઓના લગભગ 3 ટકા છે જેમાં છટણી કરવામાં આવી રહી છે.






Disneyનાં ત્રિમાસિક પરિણામો બાદ બુધવારે આ છટણીની જાહેરાત કરવામાં આવી છે. કંપની દ્વારા આ નિર્ણય વિશે કહેવામાં આવ્યું છે કે, છટણીનો આ નિર્ણય કંપનીમાં $ 5.5 બિલિયનના ખર્ચને બચાવવાના લક્ષ્ય હેઠળ લેવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે 1 ઓક્ટોબર સુધી Disneyએ 2,20,000 લોકોને હાયર કર્યા હતા. તેમાંથી લગભગ 1,66,000 USમાં અને 54,000 આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. આમાંથી લગભગ 80 ટકા કર્મચારીઓ કંપની માટે પૂર્ણ-સમય કામ કરતા હતા. વૈશ્વિક મંદીને ટાંકીને કંપનીઓ તેમના ખર્ચ બચાવવા અથવા ખર્ચ ઘટાડવાના નામે ઝડપી છટણી કરી રહી છે. Disneyની સ્થિતિ પર નજર કરીએ તો Disney પ્લસના ગ્રાહકોમાં 1 ટકાનો ઘટાડો થયો છે.





આ મોટી છટણી અંગે ડિઝનીના CEO બોબ ઈગરે કહ્યું કે, હું આ નિર્ણયને હળવાશથી લેતો નથી. વિશ્વભરના અમારા કર્મચારીઓની પ્રતિભા અને સમર્પણ માટે મને ખૂબ જ આદર અને પ્રશંસા છે. કંપની દ્વારા શેર કરાયેલ છટણી વિશેની માહિતી સાથે એવું કહેવામાં આવ્યું છે કે તેની સ્ટ્રીમિંગ સેવાએ છેલ્લા ક્વાર્ટરમાં પ્રથમ વખત ગ્રાહકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાવ્યો છે કારણ કે ગ્રાહકોએ તેમના ખર્ચમાં ઘટાડો કર્યો છે. ગયા વર્ષે કંપનીના ગ્રાહકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો. Disney પ્લસ માટે આ ખૂબ જ પડકારજનક સમય છે. રિપોર્ટ પ્રમાણે 31 ડિસેમ્બર 2022 સુધીમાં કંપનીના કુલ ગ્રાહકો ઘટીને 168.1 મિલિયન થઈ ગયા હતા. ગત વર્ષ 2022થી મંદીના વધતા જોખમના અહેવાલો વચ્ચે ઘણી મોટી કંપનીઓએ વર્કફોર્સથી કર્મચારીઓની છટણી કરી દીધી છે. કર્મચારીઓને બહારનો રસ્તો બતાવતા મોટા નામોમાં Facebook, Twitter, Amazon, Alibaba, Google જેવા મોટા નામો સામેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News