Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ખાતે આવવા-જવા માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનો અનુરોધ

  • October 03, 2024 

તાપી જિલ્લાનાં સિંગપુર-વાડી ભેંસરોટ-સિંગલખાંચ રોડ (માઇનોર બ્રિજ) (ગ્રા.મા.) ચે.૬/૩૮૦ મોજે.સિંગલખાંચ તા.સોનગઢ જિ.તાપી રસ્તા પર લોકલ ખાડી પરના હયાત કોઝવેના સ્થાને ‘માઇનોર બ્રિજ’ બનાવવાનું કામ પ્રગતિ હેઠળ હોવાથી ચોમાસાની સીઝનમાં ખાડીમાં પૂરનુ પાણી મોટા પ્રમાણમાં આવતુ હોય,તેવા સંજોગોમાં હાલનુ કામચલાઉ ડાયવર્ઝન ચોમાસા દરમિયાન ઉપયોગમાં લઇ શકાય તેમ નથી. તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી આર.આર.બોરડને મળેલ સત્તાની રૂએ હાલના કામચલાઉ ડાયવર્ઝન બંધ કરી તેના બદલે મુખ્ય મથક સોનગઢ ખાતે આવવા-જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે સિંગલખાંચ બ્રિજથી પાથરડા એકલવ્ય સ્કુલથી આદર્શ નિવાસી શાળાથી ઉકાઇને જોડતા રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સને.૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application