Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હિંડનબર્ગ રિસર્ચનાં રિપોર્ટને અદાણી ગ્રુપે ભારત સામેનું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું

  • January 31, 2023 

હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી જૂથ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યું અને કંપની પર લગાવાયેલા એક એક આરોપનો છણાવટ સાથે જવાબ આપ્યો. અદાણી જૂથે કહ્યું કે, હિંડનબર્ગ દ્વારા ઉઠાવાયેલા 88 પ્રશ્નોમાંથી 68 પ્રશ્નોના જવાબ તો અદાણી જૂથની કંપનીઓ દ્વારા અગાઉ વખતોવકત અપાઈ ચૂક્યા છે.




હિંડનબર્ગના 413 પાનાંના રિસર્ચ રિપોર્ટના જવાબમાં અદાણીએ હિંડનબર્ગને શોર્ટ સેલર ગણાવી. અદાણીના નિવેદન મુજબ અદાણી પોર્ટફોલિયો અને અદાણી ગ્રુપ વૈશ્વિક અર્થતંત્રને અનુરૂપ અને રાષ્ટ્રના નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અદાણીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અદાણી શેરોમાં શોર્ટ પોઝિશન રાખવાથી શેરોમાં મંદીની આશંકા છે. 24 જાન્યુઆરીનો રિપોર્ટ પ્રકાશિત થયા પછી અદામી શેરો ઘટાડાતરફી છે, જેથી હિંડનબર્ગે મોટા પાયે નાણાંથી અદાણીના શેરોમાં વેચવાલી કરી છે.




અદાણી ગ્રુપે ખૂબ જવાબદારીપૂર્વક આપેલા જવાબમાં કહ્યું છે કે અદાણી ગ્રૂપનો પ્રતિભાવ હિંડનબર્ગનાં ખોટા હેતુઓ અને મોડસ ઓપરેન્ડી સામે પણ પ્રશ્નો ઉભા કરે છે, જેણે ભારતીય ન્યાયતંત્ર અને નિયમનકારી માળખાને સહેલાઈથી બાયપાસ કર્યું છે. અદાણી ગ્રુપના વિગતવાર પ્રતિસાદમાં તેના ગવર્નન્સ ધોરણો, પ્રતિષ્ઠા, શ્રેષ્ઠ પ્રથાઓ, પારદર્શક આચરણ, નાણાકીય અને ઓપરેશનલ કામગીરી અને શ્રેષ્ઠતા આવરી લેવામાં આવી હતી.




અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે, હિંડનબર્ગ રિપોર્ટ અમારા શેરધારકો અને જાહેર રોકાણકારોની કિંમત પર નફો કરવાના સ્પષ્ટ હેતુ સાથે બનાવવામાં આવ્યો છે. તે હિતોના સંઘર્ષથી ભરપૂર હેરાફેરી દસ્તાવેજ છે અને તેનો હેતુ ખોટો નફો બુક કરવા માટે સિક્યોરિટીઝમાં ખોટા બજાર બનાવવાનો છે, જે સ્પષ્ટપણે ભારતીય કાયદા હેઠળ સિક્યોરિટીઝ છેતરપિંડી બનાવે છે.




હિંડેનબર્ગ દ્વારા પૂછવામાં આવેલા 88 પ્રશ્નોમાંથી, 68 અદાણી જૂથની કંપનીઓ દ્વારા તેમના સંબંધિત વાર્ષિક અહેવાલોમાં સમયાંતરે મેમોરેન્ડમ, નાણાકીય નિવેદનો અને સ્ટોક એક્સ્ચેન્જ ડિસ્ક્લોઝર ઓફર કરતી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 20 પ્રશ્નોમાંથી, 16 જાહેર શેરધારકો અને તેમની સંપત્તિના સ્ત્રોતો સાથે સંબંધિત છે, જ્યારે બાકીના ચાર માત્ર પાયાવિહોણા આક્ષેપો છે. અદાણીનાં FPOમાં વિદેશી કંપનીએ અધધધ રોકાણ, કહ્યું અદાણી પર મજબૂત વિકાસની અપાર સંભાવના




હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટા કડાકા વચ્ચે અદાણી એન્ટરપ્રાઈઝનો ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે કે FPO ધૂમ મચાવી રહ્યો છે. અદાણીની કંપનીના FPOમાં UAEની મોટી લિસ્ટેડ કંપની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC)એ 3261.29 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી. IHCએ સબસિડી ગ્રીન ટ્રાન્સમિશન ઈન્વેસ્ટમેન્ટ હોલન્ડિંગ આરએચસી લિમિટેડ દ્વારા રોકાણ કર્યા છે.




IHC અબુધાબીમાં આવેલી ખૂબ જાણીતી કંપની છે. સ્થાનિક સ્તરે તે સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓમાં સામેલ છે. આ કંપનીએ એન્કર બૂકમાં પણ રૂપિયા લગાવ્યા છે. IHCના CEO સૈયદ બસર શુએબે જણાવ્યું હતું કે, અદાણી એન્ટરપ્રાઈઝના ફંડામેન્ટલ્સ પર અમને વિશ્વાસ છે. અદાણી એન્ટરપ્રાઝમાં લોંગ ટર્મમાં ગ્રોથની મજબૂત સંભાવના દેખાઈ રહી છે.



જેના કારણે અમે તેમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. જેથી શેરહોલ્ડર્સની વેલ્યુ વધારવામાં આવી શકે. શુએબે જણાવ્યું હતું કે એફપીઓમાં રોકાણનો ફાયદો એ છે કે કંપનીનો અર્નિંગ રિપોર્ટ, કંપનીના મેનેજમેન્ટ, બિઝનેસ પ્રેક્ટિસિસની જાણકારીની સાથે સાથે રોકાણ માટે નિર્ણય લેવા માટે ઘણો બધો ડેટા ઉપલબ્ધ રહે છે. અદાણી એન્ટરપ્રાઈઝના 20 હજાર કરોડ રૂપિયાનો FPO 31 જાન્યુઆરી સુધી સબસ્ક્રાઈબ કરી શકાશે. આ FPO માટે 3112-3276 રૂપિયાની પ્રાઈસ બેન્ડ છે. જેમાં રિટેલ ઈન્વેસ્ટર્સને 64 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application