આણંદનાં ખંભાતના લક્ષ્મીપુરા ગામે સ્મશાન પાસે જુગાર રમતા ૧૫ જુગારીઓને ખંભાત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે રૂપિયા ૩૩ હજાર ઉપરાંતની રોકડ જપ્ત કરી તમામ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જપ્ત કરેલા મુદ્દામાલમાં મોબાઈલ કે વાહનનોનો સમાવેશ ન હોવાથી કામગીરી સામે સવાલો ઉઠયા છે. લક્ષ્મીપુરા ગામે સ્મશાન નજીક ભરતભાઈ ઉર્ફે બાલાબાઈ મકવાણાના તબેલા આગળ જાહેરમાં કેટલાક શખ્સો પત્તાપાનાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી ખંભાત ગ્રામ્ય પોલીસને મળી હતી.
જેના આધારે પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા ભરતભાઈ ઉર્ફે બાલાભાઈ બબુભાઈ મકવાણા, સંજયભાઈ માવજીભાઈ મકવાણા, ભાર્ગવભાઈ મહીપતભાઈ વાઘેલા, ચંદુભાઈ ધરમશીભાઈ રાઠોડ, પ્રતાપભાઈ અજુભાઈ રાઠોડ, રાજુભાઈ ઉર્ફે ગુલો કાંતિભાઈ સોલંકી, સંજયભાઈ કાંતિભાઈ રાઠોડ, જગદીશભાઈ બાબુભાઈ રાઠોડ (તમામ રહે. લક્ષ્મીપુરા, તા.ખંભાત), ભલાભાઈ મગનભાઈ દેવીપૂજક (રહે.સાથ, તા.તારાપુર), કિશનભાઈ નટુભાઈ દેવીપૂજક, વિજય મનુભાઈ તળપદા, કાળીદાસ ઉર્ફે ફુલ્યો કાંતિભાઈ દેવીપૂજક, ભરતભાઈ ગોરધનભાઈ દેવીપૂજક, અમરસંગ ધનજીભાઈ દેવીપૂજક અને અરવિંદભાઈ મફતભાઈ ગોહેલ (તમામ રહે.સાયમા, તા.ખંભાત)ને ઝડપી પાડયા હતા. પોલીસે શખ્સોની અંગઝડતી અને દાવ ઉપરથી કુલ રૂપિયા ૩૩,૩૦૦ રોકડ જપ્ત કરી તમામ ૧૫ જુગારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500