વાપી GIDC પોલીસે મળેલી બાતમીના આધારે એક કંપનીની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5 ઇસમોને પકડી પાડી જુગારધારા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાપી GIDC પોલીસની ટીમ બુધવારે વાહન પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીનાં આધારે 40 શેડ ફેસ-3 ડાલમીયા કંપનીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં રેઇડ કરતા કેટલાક ઇસમો ગોળ કુંડાળું વળી હારજીતનો જુગાર રમતા નજરે ચઢ્યા હતા.
આમ, પોલીસે તમામને કોર્ડન કરી જગ્યા ઉપર બેસી રહેવા જણાવી દાવ ઉપરના રોકડા રૂપિયા 250 અને આરોપીઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા 10,370 મળી કુલ રૂપિયા 10,620/-નો મુદ્દામાલ કબ્જે લઇ તમામ સામે જુગારધારા એક્ટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વાપી જીઆઈડીસી વિસ્તારમાં બહારથી આવતા ટ્રક ચાલકો ટ્રાન્સપોર્ટ ઓફિસમાં અથવા કંપનીની ખુલ્લી જગ્યામાં અવાર-નવાર હારજીતનો જુગાર રમતા ઝડપાતા હોય છે.
જ્યારે ટેમ્પોનાં ચાલકે લૂડો એપ થકી હારજીતનો જુગાર રમતા પકડાય છે. જેથી બાતમીના આધારે તેઓ પોલીસના હાથે ઝડપાઈ જતાં હોય છે. આમ પોલીસે આરોપી રામુ બાલુરામપાલ ડ્રાઇવર (રહે.નાશીક), મહારાજ ખુશીલાલ રાજપુત (રહે. વાપી), સંજય કેશા હરિજન (રહે.છરવાડા), રાજેન્દ્ર રામસીરોમન સરોજ ડ્રાઇવર (રહે.ચણોદ) અને હરદેવ લવટુ ગૌંડ ડ્રાઇવર (રહે.નાશીક) મહારાષ્ટ્રની જુગાર રમતા ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500