વ્યારાનાં જોષી હોસ્પિટલમાંથી વેસ્ટ કચરાના નિકાલ માટે ગ્લોબ બાયો કેર કંપનીના બોગસ સર્ટી તથા ગુજરાત પોલ્યુસન કંન્ટ્રોલ બાર્ડનું બોગસ સર્ટિ આપી વેસ્ટ કચરાના નિકાલ માટે નાણાં પડાવી લીધાની ફરીયાદ તબિબે વ્યારાના જ ઈસમ સામે કરી હતી જે પ્રકરણમાં પોલીસે આરોપીની અટક થઈ હતી જેને આખરે કોર્ટ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, વ્યારાના મુસા રોડ ઉપર આવેલી જોષી હોસ્પિટલમાં વેસ્ટ કચરાના નિકાલ માટે ગ્લોબ બાયો કેર કંપનીમાં ડો.બ્રિજેન્દ્ર જોષીને ખોટી રીતે સભ્ય બનાવી ગ્લોબ બાયો કેર કંપનીનું મેમ્બરશીપ સર્ટીફિકેટ તથા ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડનું બોગસ સર્ટિફીકેટ બનાવી આપી તથા બોગસ સર્ટીફીકેટ તથા કંપનીનું મેમ્બરશીપ સર્ટીફિકેટ બોગસ હોવાનું જાણતા હોવા છતાં જેનો ખરા તરીકે ઉપયોગ કરી બંને બોગસ સર્ટીફીકેટ તબીબને વ્યારાના માલીવાડના તેજશ કિશોરચંદ્ર વાનખેડે ઈસ્યુ કર્યા હતા. બાયો વેસ્ટ કચરાના નિકાલ માટે નાણાં ખંખેરી લેનાર વ્યારાના ઈસમ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ થઈ હતી. જે પ્રકરણના આરોપી તેજશ વાનખેડેને પોલીસે વ્યારા રામજી મંદિર નજીકથી ઝડપી લીધો હતો. આરોપીને કોર્ટમાં હાજર કરતા કોર્ટ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application