નેધરલેન્ડનાં સંશોધક ફ્રેંક હૂગરબીટ્સે તુર્કી અને સીરિયામાં ભૂકંપ થયો તેના બરાબર ત્રણ દિવસ પહેલાં ટ્વિટરમાં એ ભૂકંપની આગાહી કરી હતી. એ ટ્વિટ ભૂકંપ પછી વાયરલ થઈ ગઈ હતી. હવે આ સંશોધકો ભારત-પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપની આગાહી કરી છે. જોકે, તેની તીવ્રતા બાબતે તેણે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. તુર્કીમાં ભૂકંપ થયો એ તારીખ હતી 6ઠ્ઠી ફેબુ્આરી એના બરાબર ત્રણ દિવસ પહેલાં, એટલે કે 3જી ફેબુ્આરીએ નેધરલેન્ડનાં સંશોધક ફ્રેંક હૂગરબીટ્સે ટ્વિટરમાં કહ્યું હતું કે તુર્કી અને સીરિયામાં ટૂંક સમયમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે.
જોકે એ ભવિષ્યવાણી સાચી પડી હતી અને તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો લોકોના મોત થયા છે અને ભારે વિનાશ વેરાયો છે. સોલર સિસ્ટમ જ્યોમેટ્રી સર્વે માટે કાર્યરત આ સંશોધકે હવે ભારતમાં પણ ભૂકંપની આગાહી કરી છે. ગ્રહોની ચાલ અને સોલર સિસ્ટમના અભ્યાસ પરથી આ સંશોધક ભૂકંપની આગાહી કરે છે. ફ્રેકની પદ્ધતિ બાબતે દુનિયાભરનાં ભૂસ્તર શાસ્ત્રીઓ સવાલો ઉઠાવે છે, પરંતુ એની આગાહી સાચી પડી હોવાથી એની ચર્ચા પણ શરૂ થઈ છે.
ફ્રેંક હૂગરબીટ્સના કહેવા પ્રમાણે ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવી શકે છે. જોકે, એ ક્યારે આવી શકે તેમ છે અને કેટલી તીવ્રતાથી ત્રાટકશે તે બાબતે તેણે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. એના અંદાજ પ્રમાણે હિંદ મહાસાગરમાં ભયાનક ભૂકંપ ત્રાટકી શકે છે અને તેની થોડી અસર ભારતને પણ થઈ શકે છે. આ સંશોધકે કબૂલ્યું હતું કે ભૂકંપની કોઈ સટિક આગાહી શક્ય નથી.
ભૂકંપની આગાહી હંમેશા સૈદ્ધાંતિક રીતે પડકારવામાં આવે છે, કારણ કે એનું વિજ્ઞાન હજુ એટલું વિકસિત થયું નથી, પૃથ્વીનાં પેટાળમાં જે હિલચાલ થાય છે તેને કળવાનું કામ કપરું છે, છતાં નિરંતર ભૂસ્તર અને બ્રહ્માંડનો અભ્યાસ કરવામાં આવે તો સાવચેત રહી શકાય એટલો સમય મળી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500