કાશ્મીરનાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હાલમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે પહલગામ અને ગુલમર્ગ સિવાય આખી ઘાટીમાં આખી રાત બરફ જામી ગયો હતો. હવામાન વિભાગનાં અધિકારીઓ અનુસાર, અધિકારીઓએ કહ્યું કે, સોનમર્ગ, ગુલમર્ગ, તંગધાર અને કાશ્મીરનાં અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. તેમને કહ્યું કે, ઉત્તર અને મધ્ય કાશ્મીરનાં મેદાની વિસ્તારોમાં માધ્યમ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ અનુસાર, સાંજ ઢળતા અને રાત્ર થતાં વરસાદ અને હિમવર્ષામાં વધારો થશે.
હવામાન વિભાગ અનુસાર, ઘણી જગ્યાએ ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે અને જમ્મુનાં મેદાની વિસ્તારમાં સામાન્યથી મધ્યમ પ્રમાણમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ સામાન્ય હિમવર્ષા અથવા વરસાદ થવાની સંભાવના છે, જયારે આ પછી તા.17 જાન્યુઆરી સુધી વાતાવરણ શુષ્ક બની રહેશે. પહલગામ અને ગુલમર્ગ સિવાય ઘાટીમાં રાતના તાપમાનમાં વધારો થશે અને તાપમાન શૂન્ય કરતા પણ વધારે જ રહેશે જેનાથી વધારે ઠંડીની સ્થિતિમાં રાહત મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500