અંકલેશ્વર-રાજપીપળા ચોકડી નજીક માર્ગ પર ટ્રેલરમાં રહેલા સિમેન્ટના બ્લોક નીચે પડતાં રીક્ષાનો એક સાઈડનો ખુરદો બોલી ગયો હતો. જોકે સદનસીબે રીક્ષામાં કોઈ પેસેન્જર નહિ બેઠું હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બુધવારના રોજ બપોરનાં સમયે બિસ્માર માર્ગને લઇ ગંભીર અકસ્માત સર્જાયો છે. રાજપીપળા ચોકડી પરથી બ્રિજ માટેના સિમેન્ટના બ્લોક લઇ ટ્રેલર પસાર થઇ રહ્યું હતું.
ત્યારે ચોકડી નજીક નહેર પાસેના ખાડામાં ટ્રેલર પટકાયા બાદ ટ્રેલર પર રહેલા અંદાજે 5થી 6 ટન વજનનો સિમેન્ટનો બ્લોક ચાલુ ટ્રેલરે સીધો રીક્ષા પડ્યો હતો. જોકે સદનસીબે રીક્ષા ખાલી હોવાની સાથે રીક્ષાની એક તરફનો ભાગનો ખુરદો બોલી ગયો હતો અને રીક્ષા ચાલકને હાથમાં સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર કરાઈ હતી તેમજ રોડ પર પડેલા મસમોટા ગાબડાં પ્રત્યે સેવાતી અનદેખી કરવામાં આવી રહી છે. રોડના ગાબડાં લોકો માટે શારીરિક પીડા દાયક બની રહ્યો છે અને લોકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application