સુરત જિલ્લાનાં માંગરોળનાં સાવા પાટીયા ઉપર રેતી ભરેલ ડમ્પર ડિવાઈડર ઉપર ચઢી જઈ હાઇવે પર પલટી મારી જતા હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, માંગરોળનાં સાવા પાટીયા નજીકથી પસાર થતા મુંબઇથી અમદાવાદ નેશનલ હાઈવે નંબર-૪૮ ઉપરથી રેતી ભરેલુ ડમ્પર સુરતથી ભરૂચ તરફ જઈ રહ્યુ હતુ. તે દરમિયાન માંગરોળનાં સાવા પાટીયા હાઇવે પાસે રેતી ભરેલ ડમ્પરનાં ચાલકે ડમ્પર પુરપાટ હંકારી સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો.
જેનાં પગલે બેકાબુ બનેલુ રેતી ભરેલુ ડમ્પર ડિવાઇડર ઉપર ચઢી જઇ હાઇ વે પર પલ્ટી મારી ગયુ હતુ. ઘટનાનાં પગલે ડમ્પરમાંથી ખલવાયેલી રેતીનો મોટો જથ્થો હાઈવે ઉપર પથરાઈ જતા નેશનલ હાઇવે નં-૪૮નાં એક લાઈનનો મુખ્ય રસ્તો બ્લોક થઈ જતા ટ્રાફિકજામ થઇ ગયો હતો. મોડી રાત્રે બનેલી ઘટનાનાં પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ કોસંબા પોલીસને કરવામાં આવી હોવા છતા કલાકો સુધી તે સ્થળે ફરકી ન હતી. તેથી પગલે વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ડમ્પર પલટી મારી જવાનાં બનાવમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે કલાકોની જહેમતનાં અંતે ક્રેનનાં માધ્યમથી હાઈવેની વચોવચથી ડમ્પરને સાઇડમાં ખસેડી રેતીનાં જથ્થાને હટાવી ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application