ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે નવસારીથી પ્રવાસીઓ ભરીને આવેલ ઈકો ગાડીનો સાપુતારા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. જોકે સદ્દનસીબે મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી. પરંતુ ઈકોમાં સવાર પ્રવાસીઓને નાનીમોટી ઈજા પહોંચી હોવાથી સારવાર અર્થે ખસેડાયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારીનાં પ્રવાસીઓ ઈકો ગાડી લઈ સાપુતારા ખાતે ફરવા માટે આવ્યા હતાં. તે દરમિયાન સાપુતારાનાં બ્રિજ પર સામેથી એક આઈસર ટેમ્પોનાં ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી ઈકો ગાડીને અડફેટમાં લેતા સ્થળ પર ઈકો ગાડી બ્રિજ પર સંરક્ષણ એંગલ સાથે ભટકાઈને નીચે ખાબકતા બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી સાથે ઈકો ગાડીનાં બોનેટનાં ભાગે નુકસાન થયુ હતું. આ અકસ્માતનાં બનાવમાં ઈકો ગાડીમાં સવાર તમામ પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સી.એચ.સી. ખાતે ખસેડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application