નવસારી શહેરનાં પ્રવેશદ્વાર સમા જુનાથાણા વિસ્તારમાં ગતરોજ મોટો અકસ્માત થતા રહી ગયો હતો. જોકે સુરત એસ.ટી. વિભાગની બસ નવસારી ડેપોમાં પ્રવેશે તે પહેલાં જ ચાલકનાં જણાવ્યા મુજબ, તેની બ્રેક ફેલ થઈ જતા બસ ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી અને બસમાં મુસાફરો ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે અઠવાડિયા અગાઉ બસ ડેપોના સર્વિસ સ્ટેશનમાં પાર્ક કરેલી બસ હેન્ડ બ્રેક ન હોવાને કારણે ઉપડી હતી.
જેને કારણે બસ ગ્રીલ તોડીને રિક્ષા સાથે અથડાઈ હતી ત્યારે ફરીવાર જૂનાથાણા વિસ્તારમાં બસની બ્રેક ફેલ થઈ જતા તે રીક્ષા સાથે અથડાઈ હતી અકસ્માતમાં રીક્ષાને નુકસાન થવા પામ્યું હતું. ઘટનાની જાણ એસ.ટી. તંત્રને થતા અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application