મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં વાઝરડા ગામે ટાંકલી ફળીયામાં જાહેર રોડ ઉપર ઈકો ગાડી અડફેટે આવતા બાઈક સવાર બંને યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં વાઝરડા ગામના પટેલ ફળિયામાં રહેતા નિતેશભાઈ નવજીભાઈ ચૌધરી અને કૃણાલભાઇ હરીશભાઇ ચૌધરી (રહે.ઉખલદા ગામ, દાદરી ફળીયું, સોનગઢ)નાઓ તારીખ ૩૧/૧૦/૨૦૨૪નાં રોજ સાંજે બાઈક ઉપર વાઝરડા ગામનાં હાટ બજારમાં બજાર કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવતા હતા.
તે સમયે વ્યારાથી પાંચપીપળા તરફ જતા રોડ ઉપર વાઝરડા ગામે ટાંકલી ફળીયામાં જાહેર રોડ ઉપરથી પસાર થતાં હતા. તે દરમિયાન એક અજાણ્યા ઇકો ગાડીનાં ચાલકે તેના કબ્જાની ઇકો ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી નિતેશભાઈની બાઈકને અચાનક પાછળથી ટક્કર મારી દેતાની નિતેશભાઈની રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે અથડાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં નિતેશભાઈ અને કૃણાલભાઈ રોડ ઉપર પડી ગયા હતા તેથી નિતેશભાઈને ચહેરાનાં ભાગે ડાબી આંખ પાસે તેમજ નાક પાસે તેમજ કપાળનાં ભાગે તેમજ ડાબા હાથમાં ઇજાઓ પહોંચી હતી તેમજ કૃણાલભાઈને માથાનાં પાછળના ભાગે ગંભીર ઇંજા તેમજ શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જયારે આ અકસ્માત સર્જી ઈકો ગાડીનો ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે નિતેશભાઈ ચૌધરી નાંએ તારીખ ૦૧/૧૧/૨૦૨૪નાં રોજ વ્યારા પોલીસ મથકે અજાણ્યા ઈકો ગાડીનાં ચાલક સામે ગુનો નોંધવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application