રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ઉપક્રમે ‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’ દ્વારા સુરત મહાનગરપાલિકા કક્ષાએ વિવિધ યોગ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા કક્ષાએ વિવિધ સ્થળોએ આયોજિત જિલ્લા કક્ષાની સ્પર્ધામાં 09 વર્ષથી 85 વર્ષ સુધીના યોગ સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ સ્પર્ધકો મહાનગરપાલિકા હેડ ક્વાર્ટર ખાતે મનપા કક્ષાની યોગ સ્પર્ધામાં ભાગ લેશે.
સુરત ખાતે યોજાનાર મનપા કક્ષાની સ્પર્ધામાં સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લાઓના સ્પર્ધકો ભાગ લેશે. જેમાં વિજેતા સ્પર્ધકોની મ્યુનિસિપલ લેવલની સ્પર્ધા તા.૦૧ માર્ચના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે વિદ્યામંગલ નિવાસી શાળા, નવી પારડી, કામરેજ ખાતે યોજાશે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બે-બે ભાઇઓ-બહેનોને ઈનામો આપવામાં આવશે, જેમાં પ્રથમ ક્રમને રૂ. રૂ. ૨૧૦૦૦ દ્વિતીય ક્રમને રૂ. ૧૫૦૦૦ અને તૃતીય ક્રમને રૂ. ૧૧૦૦૦ ની ઇનામી રકમ સાથે મેડલ, સર્ટિફિકેટ આપવામાં આવશે. એમ જિલ્લા રમત ગમત અધિકારી સુરત શહેરની યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500